Nari Prahar

News Website

ચરોતર એજ્યુકેશન સોસાયટીનું ગૌરવ..

Views: 10
0 0

Read Time:1 Minute, 29 Second

તાજેતરમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ ખાતે પ્રોએક્ટિવ અબેકસ સ્ટેટ લેવલ સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા રાજસ્થાન અને મુંબઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા રાજ્યકક્ષાએ અલગ- અલગ કેટેગરી અને લેવલ પ્રમાણે યોજાઈ હતી. જેમાં પ્રોએક્ટિવ અબેકસ લેવલ -1 સ્પર્ધામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ.વ.પટેલ બાલશાળા ખેતીવાડીની વિદ્યાર્થિની વ્રિંદા ધવલકુમાર અમીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને શાળા તેમજ સંસ્થાનું ગૌરવ વધારેલ છે.

દીકરી વ્રિંદાની આ સિદ્ધિ બદલ સંસ્થાના મંત્રીશ્રી કેતનભાઇ પટેલ, શાળાના આચાર્યાશ્રી હીનાબેન ભાવસાર તથા શાળા પરિવારે દીકરીને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે દીકરીને તાલીમ આપનાર સ્ટેપ ઇન્સ્ટિટયૂટ અને તેના સંચાલક એવા એસ.કે.પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા.

(રીપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %