શિયાળો હૂફાળો બનાવીએ આ પ્રોજેક્ટ હેઠળ તારાપુર ગામમાં સી પી પટેલ પ્રોફેસર તરફથી ₹1,20,000 નું દાન બ્લેન્કેટ વિતરણ માટે પ્રાપ્ત થયું હતું આ દાન તેમના પિતાશ્રી પૂનમભાઈ જી પટેલ તારાપુર સાંસેદા ખડકી ના સ્મરણાર્થે આપવામાં આવ્યું હતું તેમની પુણ્યતિથિ પ્રસંગે 20 મી નવેમ્બરના રોજ ઇન્દિરા કોલોનીમાં તારાપુર ખાતે બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજન લાયન્સ ક્લબ ગોલ્ડ તારાપુર દ્વારા કરવામાં આવ્યું દાતાશ્રીના સહયોગથી એક સપ્તાહ સુધી જુદા જુદા વિસ્તારોમાં બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સી પી પટેલ પ્રોફેસર તરફથી સેવા કાર્યો માટે દાન પ્રાપ્ત થઈ રહ્યું છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક ભુપેન્દ્રભાઈ આર પટેલ પ્રમુખ કેળવણી મંડળ તરફથી અને લાયન્સ ક્લબ ગોલ્ડ તરફથી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ વિતરણ કાર્યમાં નિલેશભાઈ પટેલ જયેશભાઈ ગજ્જર જગદીશભાઈ પટેલ દાતાશ્રીના પ્રતિનિધિ વલ્લભભાઈ પટેલ તથા અનિલભાઈ તથા ચિરાગભાઈ શાહ નો સહયોગ પ્રાપ્ત થયો હતો. તારાપુર ખાતે દાતાઓના સહયોગથી અનેક સેવા યજ્ઞ ચાલે છે હાલ તારાપુર ખાતે સેવા યજ્ઞમાં નેત્રમણી નાખીને મોતિયાના ઓપરેશન તારાપુર ગામના 170 દર્દીઓને કરી આપવામાં આવ્યા છે વિનામૂલ્યે નેત્રમણી નાખી અને ઓપરેશન કરી આપવામાં આવ્યા છે આવા અનેક સેવા કાર્યો દાતા ના સહયોગથી પ્રાપ્ત થાય છે .
(રીપોર્ટર: અનવર બહાદારપુરવાલા, આણંદ )





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.