બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે આશયથી સરકારશ્રી દ્વારા દરવર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના ઉજાગર પ્રયત્ન કરવામાં આવે છે. આ વર્ષે કલા ઉત્સવ અંતર્ગત નાપાડ ક્લસ્ટરમાં ચાર સ્પર્ધાઓનું આયોજન થયું. જેમાં નાપાડ વાંટા કુમાર શાળાના વિદ્યાર્થીઓએ તમામ સ્પર્ધાઓમાં વિજેતા બનીને શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં મહંમદ હસનેનખાન મુસ્તુફાખાન પઠાણ- ગાયન સ્પર્ધામાં પ્રથમ, અલ્તાફ નઝીરખાન રાઠોડ-વાદન સ્પર્ધામાં પ્રથમ, અલ્ફેજ ઇકબાલ રાઠોડ – બાળકવિ સ્પર્ધામાં દ્વિતીય અને અયાનશા રમજાનશા દિવાન – ચિત્ર સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી રોકડ ઈનામ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ તબક્કે નાપાડ ક્લસ્ટરના સી.આર.સી.સી. ભાવેશભાઈ જાદવ તથા શાળાના આચાર્યએ માર્ગદર્શક શિક્ષક શ્રદ્ધાબેન ભાવસાર તથા વિજેતા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
(રીપોર્ટર: અનવર બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.