ભરૂચ જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા Enumeration Form ના વિતરણ અને સંગ્રહનો કાર્યક્રમ શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે આગામી તા. ૨૨ મી નવેમ્બર શનિવાર અને ૨૩ નવેમ્બર રવિવારના રોજ જિલ્લામાં ખાસ કેમ્પ યોજાનાર છે.
ઉપરોક્ત કાર્યક્રમોને અનુસંધાને જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે દૂરના કે અશક્ત સમૂહો સુધી કે જેમને આ પ્રકિયા ચાલી રહી છે એ વિશે જાણ નથી તેવા તમામ લોકો સુધી પહોંચવા માટે વિવિધ વિભાગો દ્નારા બ્લોક કક્ષાએ પણ માઈક્રો આયોજન કરીને અભિયાન સ્વરૂપે નાના કેમ્પ યોજીને SIR ની વિસ્તૃત માહિતિ આપવામાં આવી રહી છે. તેમજ ઉપસ્થિત તમામ લોકોને આગામી તા. ૨૨ મી નવેમ્બર શનિવાર અને ૨૩ નવેમ્બર રવિવારના રોજ જિલ્લાના સઘન કેમ્પ વિેશે માહિતિ આપવામાં આવી રહી છે.
નોડલ અધિકારીશ્રીઓએ બ્લોક કક્ષાએ વિવિધ સમુહોને આવરી લઈને પોતાના વિભાગના આયોજન પ્રમાણે કામગીરી શરૂ કરી દીધી છે. આજરોજ રોજગાર વિભાગના દ્નારા એસઆઇઆર અંગે ડેક્કન કેમિકલ પ્રા. લી., આરપીજી લાઈફ સાયન્સ લી.હીમાની ઈન્ડ્રસ્ટીઝ વગેરે ઔદ્યોગિક કંપીનીઓમાં કંપનીઓના વર્કરોને સમજૂત કરી જરૂરી માર્ગદર્શનમાર્ગદર્શન પૂરુ પાડ્યું અને મતદારયાદી સઘન કેમ્પનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં છૂટછવાયા વિસ્તારોમાં રહેતા જનજાતિય સમુદાય, હળપતિ સમૂહ, માછીમાર સમુહ, મીઠાંના અગરીયામાં કામ કરતાં શ્રમિકો, ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંરિત લોકો, સ્લમ વિસ્તાર, થર્ડ જેન્ડર, વિચરતી – વિમુક્ત જ્ઞાતિ, વગેરે જેવા સમૂહો સુધી આપણા વહીવટી તંત્રના સંલગ્ર ડીપાર્ટમેન્ટ પહોંચી SIR વિશેની સમજૂત કરી તા.૨૨/૧૧/૨૫( શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫(રવિવાર)ના રોજ યોજાનાર ખાસ કેમ્પનો લોકો લાભ લે તેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બુથ પર હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLO ની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે.
ભરૂચ જિલ્લામાં આગામી સમયગાળા દરમિયાન યોજાનાર કેમ્પમાં ભાગ લઈ મતદારયાદી શુધ્ધીકરણની પ્રક્રીયામાં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી રહ્યું છે.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.