ભરૂચ– સોમવાર- રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતી પાકોના ભારે આર્થિક નુકસાનમાંથી ફરી બેઠા કરવા, ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક અંદાજિત રૂા.૧૦,૦૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સંકટ સમયમાં સંવેદનશીલતા દાખવતાં, હંમેશા ખેડૂતોની પડખે રહેતી આપણી સરકારે પિયત અને બિનપિયત બંને પ્રકારના પાકો માટે એકસમાન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ પેકેજ પ્રમાણે ખેડૂતોને હેક્ટર દીઠ રૂા. ૨૨,૦૦૦ની સહાય, વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદામાં આપવામાં આવશે. રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂતને મોટી રાહત મળશે. હું ભરૂચ જિલ્લાના ખેડૂતો વતી આ રાહત પેકેજને આવકારી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.