ભરૂચ– સોમવાર – ગુજરાતમાં હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન બદલ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેને કૃષિ આગેવાનોથી લઈ અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારો અને ખેડૂતો તમામે આવકાર્યું છે. આ રાહત સહાય પેકેજને આવકારતા અંકલેશ્વર એ.પી.એમ.સી.ના સેક્રેટરી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ૧૦ હજાર કરોડનું પેકેજ આપી નિર્ણય લેવામાં આવ્યો છે, તે ખૂબ આવકારદાયક છે. આ પેકેજથી ખેડૂતોને નવા પાક તૈયાર કરવા તેમજ નુકસાની સામે ખૂબ જ સહાયરૂપ રહેશે. આર્થિક સંકટમાં મોટો ટેકો મળી રહ્યો હોય તેવી આ સંવેદનશીલ સરકારે સહાય કરી છે. આ પેકેજથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરવાથી અંકલેશ્વર તાલુકાના ખેડૂતોને લાભ મળશે, જેનાથી તેઓને ફરી ઉભા થવામાં પણ મદદ મળશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.