ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દ્વારા કમોસમી વરસાદ બાદ ટ્રાફિક સરળ બને તથા લોકોની અવર- જવર સુરક્ષિત બને તે માટે રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઇ
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભરૂચ દ્નારા મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અને વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઈ હતી. જેને ધ્યાને રાખીને હાલ વરસાદ રહી જતાં રસ્તાઓની પેવર થી ડામરના પટ્ટા મરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ સરકારશ્રી દ્વારા મંજૂર થયેલા રિસર્ફેસિંગના કામોનું પણ પૂર જોશમાં મજબૂતીકરણની કામગીરી ચાલુ કરવામા આવી છે. સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર વિભાગની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની મરામતની પૂરજોશમા કરવામાં રહી આવી છે. મશીનરી અને માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.જેના કારણે રસ્તાઓની મરામત અને પેચવર્કથી રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે. અત્રે, ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાઓની મરામત, પેચવર્કના કામની શરૂઆત કરવામાં આવી છે. તેમજ ઝાડી ઝાંખરા હટાવી રસ્તાઓની આસપાસના વિસ્તારોને સ્વચ્છ, સુરક્ષિત અને આકર્ષક બનાવવાની કામગીરી પણ થઈ રહી છે. વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે અંકલેશ્વરથી – રાજપીપળાને જોડતો માર્ગ, રાજપારડી થી નેત્રંગને જોડતા રોડ પર પેવર થી ડામરના પટ્ટા તેમજ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.