Nari Prahar

News Website

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા કચેરી ભરૂચ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાશે.

Views: 8
0 0

Read Time:3 Minute, 3 Second

ભરૂચ – શુક્રવાર – ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ચાલુ વર્ષે રવિ સિઝન અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના હેઠળ ૧૪૨ ક્લસ્ટર બનાવ્યા છે તે પૈકીના ૫૭ ક્લસ્ટરના કૃષિસખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા પ્રતિ ક્લસ્ટર ૧૨૫ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોની યાદી તૈયાર કરી છે. જે ખેડૂતોની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા આત્મા કચેરી ભરૂચના વિવિધ એક્સપર્ટ તથા તાલુકા પ્રોજેક્ટ મેનેજર, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમ જિલ્લા અંદરના ૯ તાલુકાઓના વિવિધ ક્લસ્ટરના ગામ પર નિશ્ચિત સ્થળો જેવા કે કોમ્યુનિટી હોલ, મંદિર પરિસર, પ્રાથમિક શાળા, સહકારી મંડળીના સભાખંડ અને ગ્રામ પંચાયત જેવી જગ્યા પર ૫૭ જેટલી રવિ સીઝન માટે પ્રાકૃતિક કૃષિ અંગેની પાંચ આયામો સહિત ટેકનીકલ અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવનાર છે. ૫૭ ક્લસ્ટરના ૭૧૨૫ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત ઉપયોગીતા અને તેના લાભોથી પણ માહિતગાર કરવામાં આવશે, સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ જરૂરી એવા દેશી ગાયના ગોબર તથા ગૌમૂત્રમાંથી નિર્માણ થતા બીજામૃત, જીવામૃત તથા પાક સંરક્ષણના વિવિધ અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તથાઅગ્નિઅસ્ત્ર બાબતે પ્રેક્ટીકલ નિદર્શન ગોઠવીને ઉપસ્થિત ખેડૂતોને સમજાવવામાં આવશે.પ્રાકૃતિક ખેતી કરવા માંગતા ખેડૂતોને પ્રતિ ક્લસ્ટર ૧૨૫ ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી અંગેનું વિશિષ્ટ સાહિત્યનું પણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. આવનાર સમયમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અને જોડાવા માંગતા ખેડૂતોને સર્ટિફિકેશનના લાભ તથા સહાય આપવાની પણ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજનામાં જોગવાઈ છે. આત્મા પ્રોજેક્ટ,ભરૂચ હેઠળ થનાર આ તાલીમ કાર્યક્રમમાં તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરશે તો વિના ખર્ચે થનાર ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %