Nari Prahar

News Website

જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો માટે ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી જાગૃતિ માટે સેફટી ઓફિસરની તાલીમ શિબિરનું આયોજન કરાયું

Views: 6
0 0

Read Time:2 Minute, 50 Second

ભરૂચ – શુક્રવાર – વિલાયત જીઆઈડીસી ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. ખાતે નાયબ નિયામક શ્રી ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ભરૂચ કચેરી દ્વારા વિલાયત, દહેજ, પાલેજ, જંબુસર, અને સાયખા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો માટે એક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી જાગૃતિ માટે સેફટી ઓફિસરની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ શિબિરનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં કોઈ પણ પ્રકાર નો અકસ્માત કે ઇજા ના થાય અને ઔદ્યોગિક અકસ્માત થતા અટકાવવા કઈ -કઈ સાવધાની રાખવી જોઈએ તે બાબતે માહિતગાર કરવાનો હતો. વધુમાં ઉદ્યોગોમાં શિયાળાની ઋતુમાં સ્ટેટિક ચાર્જ થી થતા આગ-અકસ્માત ના બનાવો રોકવા માટે લેવાના જરૂરી પગલાંઓ તેમજ રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ નાયબ નિયામક શ્રી ડી કે દવે સાહેબ દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ને લગતા વિવિધ વિષયો ઉપર ઊંડાણ પૂર્વક સમજ આપવા માં આવી હતી ખાસ કરીને સુપરફોર્મ સંસ્થાના સલામતી અધિકારી દ્વારા ફોસજીન સેફટી તેમજ વિવિધ સોલ્વન્ટ પ્રકારના રસાયણના હેન્ડલિંગમાં રાખવાની સાવચેતીની સમજ અપાઈ હતી. કારખાના માં સેફટી ઓફિસર ની શું ભૂમિકા ગુજરાત ફેક્ટરીરૂલ્સ મુજબ રાખવામાં આવી છે તેની પણ માહિતી આપવામાં આવી હતી . નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય શ્રી ડી. બી. ગામીત દ્વારા છેલ્લા વર્ષ દરમ્યાન થયેલા અકસ્માત અને જાનહાનીનું વિગતવાર પૃથ્થકરણ દર્શાવવામાં આવ્યું હતું. ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ભરૂચના નાયબ નિયામક શ્રી ડી બી ગામીત, મદદનીશ નિયામક શ્રી વિમલ હળવડીયા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રી આશુતોષ મેરૈયા દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના સલામતી વિભાગના કર્મચારીઓ તથા બીજા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %