ભરૂચ – શુક્રવાર – ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. ૦૭મી નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. આ અવસરે યોગેશ કાપસેએ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ’ નારો પ્રત્યેક ભારતીય માટે અનંત ઊર્જાનો સ્ત્રોત છે. આજે વંદે માતરમ ગીતની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બને એવી અપીલ કરી હતી.સાંસ્કૃતિ વિભાગના મિતાબેન ગવલીએ પ્રાસંગિક ઉદબોદન આપતા વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતતા રજૂ કરી હતી.કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામુહિક ગાન કર્યું હતું. સાથે જ ભારત દેશની સેવા અને સન્માન, સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા, સ્થાનિક રોજગારીને સમર્થન, પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથા પર્યાવરણ જતન સહિતની બાબતો પર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવા શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે, અધિક નિવાસી કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેકટરશ્રી સહિત રેવન્યુ ,પંચાયત અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.