Nari Prahar

News Website

ખેડૂતો માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ભરુચ જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ

Views: 8
0 0

Read Time:3 Minute, 34 Second

ભરૂચ- રવિવાર – ગુજરાત રાજયના છેલ્લા થોડા દિવસો દરમ્યાન થયેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોચ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. જેને અનુલક્ષી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાન અંગે જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં સમીક્ષા કરી કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. આવા સમયે સરકારશ્રી અને વહીવટી તંત્ર ખેડૂતોની પડખે આવતા ભરૂચ જિલ્લામાં ખેતીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સૂકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યારબાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે તથા નુકશાની અંગે સંકલિત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોઇ અસરગ્રસ્ત ખેડૂત સહાયમાંથી વંચિત ન રહે તથા સર્વેનો રિપોર્ટ યોગ્ય રીતે તૈયાર થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સુચના પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામા આવી છે. ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાક એવા ડાંગર, સોયાબીન, કપાસ, તુવેર, કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા 31 ઓક્ટોબર થી સર્વે શરૂ કર્યો છે. ભરુચ જિલ્લાના ૯ તાલુકાના ૬૫૭ ગામોમાં કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત હતા. સર્વે માટે ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટના કર્મી તલાટી, ગ્રામ સેવક સહિતની ૩૫૫ જેટલી ટીમો સર્વે કરી રહી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ વાવેતર વિસ્તાર પૈકી ૧૬૮૯૮૩ હજાર હેક્ટર વિસ્તારમાં સર્વે કરી પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૧૬૮૯૮૩ હેકટર વિસ્તારમાં સર્વે થઈ ચૂક્યો છે. જેમાં ૩૩ ટકા અને તેથી વધુ નુક્શાનગ્રસ્ત વિસ્તાર ૯૯૧૫૧ હેકટર છે. ૩૩ ટકા અને તેથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા ૫૭૪૪૦ છે. જ્યારે બાકીના વિસ્તારમાં હજુ સર્વે ચાલી રહ્યો છે. આમ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં ચાલી રહી છે.ખેડૂતો માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ભરુચ જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે.વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે બેઠકમાં ૨૦ માંગણીઓ પૈકી ૧૧ મુદ્દાઓ સાથે હકારાત્મક અભિગમ.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %