તાજેતરમાં ફરિયાદીએ જાહેર કરેલી ફરિયાદ અનુસાર, વડોદરા જિલ્લાના કલાલી વિસ્તારમાં રહેતા ભવાની એનર્જી સોલ્યુશન લિ.ના માલિક ગીરીશભાઈ નાનજીભાઈ સોલંકીએ ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો.આરોપીએ કેબલ ખેંચવાના કામ માટેના મશીન, જેક, ગરેડી અને રસ્સા સહિત રૂ. 9 લાખના સાધનો મેળવ્યા હતા.પરંતુ, બાદમાં આ સાધનો ફરિયાદીની જાણ બહાર અન્ય લોકોને ભાડે આપી મોટી રકમ મેળવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.સાધનો પરત લેવા ગયેલા ફરિયાદીને કલાલીની ચાણક્ય આવાસ નજીક આવેલી ઓફિસમાં બોલાવી આરોપીએ ધમકાવી, જીવથી મારી નાખવાની ધમકી આપી, મારપીટ કરી અને રૂ. બે લાખની માગણી પણ કરી. ફરિયાદી પાસેથી આશરે રૂ. 14 હજાર રોકડા લઇ ધમકીઓ આપતાં ગુનાની જાણ કોઈને ન કરવા ચેતવણી આપી હતી.આ ફરિયાદના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરતાં આરોપી ગીરીશભાઈ સોલંકીને વડોદરાના કલાલી રોડ વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપીને કોર્ટમાં રજુ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ પર મેળવવામાં આવ્યો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.