સંદિપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ શોધી કાઢવા તથા વિવિધ ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હતી સુશિલ અગ્રવાલ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા જીલ્લાના ગુનેગારો જેવા કે, બુટલેગર્સ, માદક પદાર્થ/ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોઘી કાઢવા તેમજ અલગ અલગ ગેરકાયેસરની પ્રવુતિ સાથે જોડાયેલ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથધરવામાં આવેલ…..જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ, ડભોઈ ડિવીઝન ડભોઈ નાઓએ તાબાના તમામ અધિકારીઓને “ઓપરેશન પરાક્રમ” જે અંતર્ગત કરજણ પોલીસ મોજે સુરવાડા ગામની સીમ, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ટેન્કર ગાડીઓમાં ડીઝલ ચોરીનો ગુનો બનેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા પી. આઈ. એ.કે.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર કરજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા તેમજ તાબાના તમામ અધિકારી/કર્મચારીઓને ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સ તથા સી.સી.ટી.વી ચેક કરવા જરૂરી સુચનાઓ આપેલ હતી તે દરમ્યાન દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરની કટ પાસે એક નંબર પ્લેટ વગરની મારૂતી કંપની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ રીતે જણાયેલ જેથી સદર સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા ડીઝલના ભરેલ તથા ખાલી કારબા તથા પ્લાષ્ટીકની પાઇપો મળી આવેલ જેથી આ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જબાબ આપતા ન હોય જેથી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે ડીઝલની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી સદરી આરોપીઓને ડીઝલ ચોરીના ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…. કરજણ.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.