વય મર્યાદા ના કારણે નિવૃત થતાં સાણંદ એસ. ટી ડેપો ના મેનેજર શ્રી હર્ષદ ભાઈ સોલંકી નો આજ રોજ સમગ્ર એસ.ટી. કર્મચારીઓ દ્વારા વિદાય સન્માન સમારંભ નો કાર્યક્રમ એસ.ટી.ડેપો સાણંદ ખાતે રાખવામાં આવેલ. સદર પ્રસંગે અમદાવાદ વિભાગીય પરિવહન અધિકાર શ્રી હિમાંશુભાઈ જોશી સાહેબ, D.M.E શ્રી અમદાવાદ શેખ સાહેબ, હિંમતનગર વિભાગીય પરિવહન અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ધોળકા ડેપો મેનેજર શ્રી દેસાઈ સાહેબ તેમજ બ્રહ્માકુમારી ની બહેનો દ્વારા હાજરી આપવામાં આવેલ. સાણંદ ડેપો ના કર્મચારીઓ દ્વારા ભાવવિભોર વિદાય આપવામાં આવેલ. સદર પ્રસંગમાં બાયડ, વિરમગામ, બારીયા, ખેડબ્રહ્મા, મહુવા સ્ટાફ કર્મચારીઓએ તેમજ LC સ્ટાફ દ્વારા પણ હાજરી આપવામાં આવેલ. મુકેશભાઈ વાઘેલા (TC), જીતેન્દ્રભાઈ ગોસ્વામી, વિનોદભાઈ વાઘેલા, પ્રવીણભાઈ સાધુ, ની ભારે મહેનત થી પ્રસંગ ને સફળ બનાવવા માં આવેલ.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.