ભરૂચ – શુક્રવાર – જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.તાજેતરમાં ચાલુ માસ ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા અઠવાડિયા દરમ્યાન ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ઉભા ખેતી પાકોમા તેમજ કાપણી અવસ્થામાં થયેલ પ્રતિકૂળ અસરથી નુકશાની થયાનું માલૂમ છે. આ નુકશાનીનો સર્વે કૃષિ વિભાગની “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન મારફત કરવાનું સરકારશ્રી દ્રારા ઠરાવેલ છે. જેમાં ગ્રામ્યકક્ષાએ ગ્રામ સેવક/ખેતી મદદનીશ/વગેરેના સુપરવિઝનમાં VCE કે અન્ય સર્વેયરની મદદથી ડિઝિટલ સર્વેની કામગીરી કરવામાં આવનાર છે. વધુમાં ખેડૂતો પોતે પણ “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન વિગતો અપલોડ કરી શકે છે. જે ખેડૂતોને આ કમોસમી વરસાદથી ઉભા ખેતી પાકોમા તેમજ કાપણી અવસ્થામાં નુકશાની થયેલ હોય તે “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન ડાઉનલોડ કરી પોતાની વિગતો અપલોડ કરવા વિનંતી કરવામાં આવે છે. જે કિસ્સામાં “કૃષિ પ્રગતિ” એપ્લીકેશન વિગતો અપલોડ કરી શકાય તેમ ના હોય ત્યાં ખેડૂતોએ અસરગ્રસ્ત પાકના ખેતરના Longitude Latitude વાળા ફોટો પાડી ગ્રામ સેવકશ્રીને પૂરા પાડવાના રહેશે. તેમજ ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકશ્રી, તલાટી કમ મંત્રીશ્રી કે VCE નો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્રારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.