આમોદ-જંબુસરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: APMC ચેરમેને મુખ્યમંત્રી-કૃષિમંત્રીને સહાય માટે કરી વિનંતી.
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), જંબુસરના ચેરમેન શ્રી વનરાજસિંહ છત્રસિંહ મોરી (વિરલ)એ ખેડૂતોના હિતમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવવા ભલામણ સહ વિનંતી કરી છે.પાકને ભારે નુકસાન ..APMC ચેરમેન શ્રી વનરાજસિંહ મોરીએ તારીખ ૨૭-૧૦-૨૦૨૫ના રોજ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદના કારણે આમોદ અને જંબુસર તાલુકાના મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકો જેવા કે કપાસ, તુવેર, મગ, મઠ વગેરેને મોટું નુકસાન પહોંચ્યું છે. તૈયાર પાક બગડી જવાથી ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. આ ઉપરાંત, માલ ,ઢોર માટેનો ચારો પણ બગડી ગયો હોવાથી પશુપાલકોની પણ ચિંતા વધી છે.તાત્કાલિક સર્વે અને સહાયની માંગ શ્રી મોરીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, કમોસમી વરસાદથી થયેલા આ નુકસાનનો તાત્કાલિક ધોરણે સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકશાનના અનુસંધાને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને આ આકસ્મિક સંકટમાંથી રાહત મળી શકે.ખેડૂત પ્રતિનિધિ તરીકે શ્રી વનરાજસિંહ મોરીએ સરકાર પાસે સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે…
રિપોર્ટર: દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.