ઈર્શાદભાઈ મૌલાના હબીબૂરહેમાન વહોરા M.A., B.Ed ( English) તાલુકો- પેટલાદ, જીલ્લો- આણંદ, ચાંગા ગામના વતની છે .શિક્ષણ જગતમાં પોતાની અનુપમ કાર્યનિષ્ઠા અને સમર્પણથી નામના મેળવનાર શિક્ષક છે. 12 નવેમ્બર 2016 થી આણંદ શહેરની મદ્રસા હાઇસ્કુલ માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી વિષયના શિક્ષક અને ચાર શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ડાયરેક્ટર તરીકે હાલમાં કાર્યરત છે. શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં તેમની અવિરત મહેનત અને મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના તેમના આ વિશેષ યોગદાન ને બિરદાવતા જમાતે ઈસ્લામી હિન્દ, ગુજરાત દ્વારા તા.19 ઓક્ટોબર,2025 રવિવારના રોજ તેમને “સ્ટાર ઓફ ધ ઉમ્મહ એવોર્ડ” થી સન્માનિત કર્યાં . આ પ્રસંગે ઈર્શાદભાઈ વ્હોરા એ તેમના હૃદય સ્પર્શી શબ્દોમાં જણાવ્યું કે, “આ સન્માન મારા માટે માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ મને વધુ ઉત્સાહ અને નિષ્ઠાથી શિક્ષણની અને મુસ્લિમ સમાજની સેવા કરવા પ્રેરણા આપશે.” શિક્ષક માટે તેના વિદ્યાર્થીઓનો સંતોષ અને સફળતા જ સૌથી મોટો પુરસ્કાર છે. મને આનંદ છે કે આ સિદ્ધિ મારા વિદ્યાર્થીઓને પણ જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપશે. તેઓએ જમાતે ઈસ્લામી હિન્દ ગુજરાતના તમામ ટ્રસ્ટીઓનો દિલથી આભાર માન્યો હતો.વહોરા ઈર્શાદભાઈ મૌલાના હબીબુરહેમાન મદ્રસા હાઇસ્કુલ અને મુસ્લિમ સમાજનું ગૌરવ છે. તેમની આ ઉત્કૃષ્ઠ સિદ્ધિને બિરદાવતા સંસ્થાના પ્રમુખ વહોરા મુહંમદ અફઝલ મૌલાના અબ્દુલહક મેન્શન સાહેબ, નાયબ મોહતમીમ મૌલાના સાજીદ સાહેબ, શાળાના આચાર્ય પઠાણ નઈમ સાહેબ અને શાળાના તમામ શિક્ષક મિત્રો તેઓ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરે અને અનેક વિદ્યાર્થીઓના જીવનને ઉજ્વળ બનાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.