કરજણ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકો હાલ કાપણીના તબકકે હોવાથી, અચાનક પડેલા વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.આ પરિસ્થિતિને ધ્યાને લઇ કરજણ-શિનોર-પોરના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ, નિશાળીયાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખાસ રજુઆત કરી છે.તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક સર્વેક્ષણ કરીને પાકને થયેલ નુકશાનનું યોગ્ય મૂલ્યાંકન કરી, ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત સહાય ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે.સતિષભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશાં ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક સહાયતા મળવી અત્યંત જરૂરી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.