ગુજરાત રાજયમાં કાનુની રીતે પક્ષકારો વચ્ચે વેયમનસ્ય દુર કરવાના હેતુથી અને પક્ષકારો સમાધાનકારી અભિગમ અપનાવી સહમત થઈ ન્યાય મેળવે તે હેતુથી સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી ધ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૭૩ મધ્યસ્થીકરણ કેન્દ્રોનું ઉદઘાટન નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તી અગસ્ટીન જોર્જ મશીહના વરદ હસ્ત તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને અન્ય ન્યાયમૂર્તીની વિષેશ ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લાના આમોદ અને વાલીયા તાલુકા કોર્ટ સંકુલ મધ્યરથીકરણ કેન્દ્રોનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું યુ-ટયુબના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટ યોજવામાં આવેલ હતું. ભરૂચ જિલ્લાના ન્યાયાધીશ, મિડીયેટર્સ, વકીલશ્રીઓ એ કાર્યક્રમ નિહાળ્યો. આમોદ અને વાલીયા તાલુકાના લોકોને આ મધ્યસ્થીકરણ કેન્દ્રોની સ્થાપનાથી પોતાના કેસોમાં સમાધાનથી નિરાકરણ લાવવા પ્રેરણા મળશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.