શ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવાના વિદ્યાર્થીઓએ ખેલ જગતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું : ૧૩મી નેશનલ પંચક સિલાટ ચેમ્પિયનશિપમાં ત્રણ બોન્ઝ મેડલ મેળવ્યા* **બાળકોને પ્રોત્સાહન અને ભવિષ્યને નવી દિશા આપવા ‘જિલ્લા વહીવટી તંત્ર’ના માર્ગદર્શનમાં ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસો.નો અગ્રણી ફાળો રહ્યો*
ભરૂચ – સોમવાર – જ્યારે ભરૂચના અંતરિયાળ વિસ્તારની વાત આવે ત્યારે મનમાં ખેતી અને શ્રમનું ચિત્ર ઊભું થાય. પરંતુ, આ ચિત્રમાં હવે એક નવો, તેજસ્વી રંગ ઉમેરાયો છે. નેત્રંગ તાલુકામાં આવેલી PMશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા, થવાના વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે, સાચું કૌશલ્ય કોઈપણ સીમાને ઓળંગી શકે છે. આ વિદ્યાર્થીઓ કર્ણાટક ખાતે યોજાયેલી ૧૩મી નેશનલ પંચક સિલાટ ચેમ્પિયનશિપમાં – ૨૦૨૫માં (ASMITA Pencak Silat League ) સ્પર્ધામાં તારીખ ૨૬ મી સપ્ટેમ્બર થી ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫ની લીગમાં ભાગ લીધો હતો. કર્ણાટકના કોપાલ ડીસ્ટ્રીક્ટ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ૧૩મી નેશનલ પંચક સિલાટ ચેમ્પિયનશિપમાં ભારતભરના ૧૨૦૦થી વધુ ખેલાડીઓ વચ્ચે ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રની તાકાત દર્શાવવાનો એક મંચ બન્યો હતો. આ મંચ પર, આપણી દીકરીઓએ પોતાના દમ પર ઝળહળતી સફળતા મેળવી. જેમા Sigma, Macan, Per- teen, Sun Junior અને Junior જેવી અલગ- અલગ શ્રેણીની ઈવેન્ટ યોજાઈ હતી. જેમાંથી Per- teen ઈવેન્ટમાં ત્રણ દિકરીઓએ બોન્ઝ મેડલ મેળવ્યા હતા. ‘Per-teen’ ઇવેન્ટમાં આ શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ બ્રોન્ઝ મેડલ જીતીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ માત્ર મેડલ નથી, પરંતુ મહેનત, અથાક પ્રયાસો અને જીતવાની ધગશનું પ્રતિક છે. બ્રોન્ઝ મેડલ માત્ર એક સન્માન નહીં, એક પ્રેરણા છે. આ દીકરીઓની સિદ્ધિ એ દર્શાવે છે કે, સાચું પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન મળે તો આપણા અંતરિયાળ વિસ્તારોમાં રહેલી પ્રતિભા પણ રાષ્ટ્રીય મંચ પર પોતાનો પ્રભાવ પાડી શકે છે. તેમની આ જીત, સમગ્ર ભરૂચ અને ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ છે ! તમામ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા અને તેમના ભવિષ્યને નવી દિશા આપવાના ઉમદા હેતુથી, આ સંપૂર્ણ આયોજન જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી શક્ય બન્યું હતું. આ મહત્વપૂર્ણ મિશનમાં, જિલ્લા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનએ ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. તેમની સ્પોન્સરશિપને કારણે બાળકો માટે રહેઠાણ, પોશાક અને અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત થઈ હતી, જેનાથી તેમને કોઈપણ ચિંતા વગર ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો મળ્યો હતો. શાળાના પ્રિન્સિપાલશ્રી રંજન વસાવાએ આ પ્રસંગે જણાવ્યું, “આ બાળકોની મહેનત અને લગન ખરેખર પ્રશંસનીય છે. અમને વિશ્વાસ છે કે આ રાષ્ટ્રીય મંચ પર તેઓ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આર્થિક સહયોગ મળવાથી અમારા બાળકોને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી છે. આ એક મોટી સિદ્ધિ છે, જે બાળકોના જીવનમાં એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે અને તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે. આ સફળતાનો શ્રેય જિલ્લા વહીવટી તંત્ર અને JIAને જાય છે, જેમણે અમારા બાળકોના સ્વપ્નોને સાકાર કરવામાં મદદ કરી છે. આ સહયોગ સમાજ અને ઉદ્યોગ જગત વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક છે. આ પગલું માત્ર આ ૨૫ વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Per- teen ઈવેન્ટમાં ત્રણ દિકરીઓએ બોન્ઝ મેડલ મેળવ્યા હતા. આશા સુરેશભાઈ વસાવા, રિયા નિમેશભાઈ વસાવા, અમીતા શૈલેષભાઈ વસાવાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે, કે, ગત તારીખ ૬ અને ૭મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ Asmita Pencak silat league -2૦૨૫ (વુમન સીટી લીગ) પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા, ભરૂચ ખાતે યોજાઈ હતી. અસ્મિતા પંચક સિલાટમાં પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાની ધોરણ ૫ થી ૧૦માં અભ્યાસ કરતી ૧૦૦ થી વધુ દીકરીઓએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં વજન પ્રમાણે, કેટેગરી પ્રમાણે જુદી- જુદી ૧૮ કેટેગરીમાં ૫ ગોલ્ડ મેડલ, ૧૧ સિલ્વર મેડલ અને ૧૯ બ્રોન્ઝ જેટલા મેડલ મેળવી પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા, આદિજાતિ વિકાસ વિભાગ, સંસ્થા સાથોસાથ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.*





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.