સુશિલ અગ્રવાલ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ, ડભોઈ ડિવીઝન નાઓએ તાબાના તમામ અધિકારીઓને “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત જરૂરી સુચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંડારી ગામની સીમમાં રાજ ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન દેરાસરમાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલ હોય જે ડિટેક્ટ કરવા કે.આર.સિસોદીયા, પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ગ્રામ્ય તથા જે.એમ.ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી, વડોદરા ગ્રામ્ય તથા એ.કે.ભરવાડ પોલીસ ઇન્સ્પેકટર કરજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ઉપરોક્ત ગુનાને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સ તથા સી.સી.ટી.વી તપાસવા જરૂરી સુચનાઓ આપેલ જે આધારે તપાસ કરતા જાણવા મળેલ કે, આ ઉપરોક્ત ગુનાના કામે સંડોવાયેલ આરોપી રાહુલ લાલચંદ મેડા કરજણ ખાતે આવનાર છે જે માહિતી આધારે સદર આરોપી ધાવટ ચોકડી આવતા તેને પકડી તેનુ નામઠામ પુછી ગુના બાબતે પુછપરછ કરતા ગુનાની કબુલાત આપેલ હોય જેથી આરોપીને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… કરજણ…





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.