Nari Prahar

News Website

પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…

પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
Views: 15
0 0

Read Time:2 Minute, 17 Second

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓની અટકાયત તથા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વાહન ચેકિંગ, પેટ્રોલિંગ તથા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે.તે અનુસંધાને પી. એન. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક (કરજણ ડિવિઝન) ના માર્ગદર્શન હેઠળ પી. વી. ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, પાદરા પોલીસ સ્ટેશન દ્વારા તાબાના અધિકારીઓ તથા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ તથા બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન પો. સ. ઈ. આર. સી. ધુમ્મડ તથા જે. ડી. ગઢવી દ્વારા બે અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન આ. પો. કો. શક્તિસિંહ લક્ષ્મણભાઈ (બ. નં. 465) ને મળેલ બાતમી આધારે જાણ થઈ હતી કે ત્રણ માસ અગાઉ પાદરા ટાઉન સ્થિત ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી થયેલ “સ્પ્લેન્ડર પ્લસ” મોટરસાયકલ, જે અંગે પાદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે (પ્ર. ગુ. નં. 11197034260495/26, ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2)), તે મોટરસાયકલ બે શંકાસ્પદ ઇસમો દ્વારા ગોવિંદપુરા તરફ લઈ જવાઈ રહી છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી કોર્ડનિંગ કરી “સ્પ્લેન્ડર પ્લસ” મોટરસાયકલ સાથે બંને શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %