ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરાની યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં બે વર્ષ પહેલાં થયેલી કેબલ ચોરીના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસને મળેલી બાતમી મુજબ, આરોપી જંબુસર બાયપાસ બ્રિજ નીચે હાજર હતો. LCB ટીમે તાત્કાલિક દરોડો પાડી તેને પકડી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ કેબલ ચોરીમાં સંડોવણી કબૂલી હતી.ઝડપાયેલા આરોપીની ઓળખ તારીક ઉર્ફે તોસિક ઉર્ફે ટીનો સુપેદા ઉર્ફે નસરૂદીન પઠાણ (મેવાતી) તરીકે થઈ છે. તે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાનો રહેવાસી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે આરોપીને વાગરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.