અંકલેશ્વર શહેરમાં રસ્તાઓના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ 9 માર્ગોના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે.આ પ્રોજેક્ટ અંતર્ગત ONGCથી સંતશ્રી ખેતેશ્વર સર્કલ, ભગવાન બિરસા મુંડા સર્કલ અને ભરૂચી નાકા સુધીના માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. આ માર્ગો સ્ટેટ હાઇવે અને માર્ગ-મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાંથી નગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.પ્રોજેક્ટ માટે કુલ 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, સિનિયર સિટીઝન ગાર્ડનના રીનોવેશન માટે 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.કાર્યક્રમમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, મુખ્ય અધિકારી કેશવલાલ કલોડીયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સ્થાનિક નગર સેવકો હાજર રહ્યા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.