Nari Prahar

News Website

દેવામાં ડૂબેલો પરિવાર સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરે તે પહેલા ઈસનપુર પોલીસ દેવદૂત બની પહોંચી! 8 લાખના દેવામાંથી મુક્ત કરાવવામાં પોલીસ કમિશ્નર જી એસ મલિકે પણ મદદ કરી

Views: 58
0 0

Read Time:6 Minute, 40 Second

અમદાવાદ :
શહેરમાં દિનપ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે.ત્યારે લોકો નજીવા કારણે મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક પરિવાર ઉપર દેવું વધી જતા આર્થિક ભીંસ અને તાણ અનુભવતા તેમણે આત્મહત્યા કરવાનું વિચાર્યુ અને સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદીમાં ઝંપલાવી સામુહિક આપઘાત કરવા નીકળી પડ્યા હતા.આ વાતની જાણ ઇસનપુર પોલીસને થતાં તુરત સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી આત્મહત્યા કરવા છલાંગ લગાવતા પરિવારને અટકાવ્યો હતો. અને તુરત પોલીસ દ્વારા પરિવારનું કાઉન્સેલિંગ કરાયું હતું.

ઇસનપુર પોલીસે દેવામાં ડૂબેલા પરિવારને આત્મહત્યા કરવાથી બચાવ્યો:

ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા ગોપીચંદ હીરાજી જાટોલીયાના પુત્ર મહેન્દ્રભાઈ જાટોલીયાએ IIFL બેંકમાંથી આશરે પાંચ લાખ, રિક્ષા ઉપર એક લાખ તથા બંધન બેંક અને સગા સંબંધીઓ પાસેથી રૂપિયા લીધા હોવાની સાથે આશરે સાત થી આઠ લાખનું દેવું લીધું હોવાની વિગત જાણવા મળી હતી. જે દેવું ચૂકવવા જાટોલીયા પરિવાર અસમર્થ થઈ જતા તેમણે પોતાના પત્ની અને બાળક સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનું નક્કી કરેલ હતું.

આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસની ટીમ તેમજ શી ટીમ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી હતી અને પોલીસને જોઈ પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું હતું. પરંતુ પોલીસ જવાનો એ તાત્કાલિક સમયસૂચકતા દાખવીને આ પરિવારના સભ્યોને સમજાવી હિમ્મત આપી ઇસનપુર પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

પરિવાર ખુબજ તણાવગ્રસ્ત હોવાથી આત્મહત્યા કરવા ગયા:

પોલીસ દ્વારા મહેન્દ્રભાઈ જોટાલિયા અને તેમની પત્ની અને તેમના બાળકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, આ પરિવાર ખૂબજ તણાવ સાથે જીવી રહ્યો હતો અને પરિવારના સભ્યો જીવનમાં ખૂબ જ પરેશાન રહેતા હતા. જેથી જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવા માટે પહોંચ્યાં હતા.પરંતુ જીવન રક્ષક બનીને આવેલી પોલીસે ખરા સમયે જ આ પરિવારનું જીવ બચાવી તેનું કાઉન્સિલિંગ કરી નવું જીવન આપવામાં મદદરૂપ બની હતી.

પોલીસ કમિશ્નર જી એસ મલિક તથા ઈસનપુર પોલીસ અને દાતાઓ ની મદદ મેળવી દેવામાં ડૂબેલા પરિવારને દેવામાંથી મુક્ત કરાયા:

જે -ડિવિઝન ડીસીપી પ્રદીપસિંહ જાડેજા તથા ઇસનપુર પીઆઈ બી.એસ.જાડેજા સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સામાન્ય રીક્ષા ચાલક દ્વારા વગર વિચાર્યે કરજ કરી નાખવામાં આવેલ હોય, તેના જીવનની ગાડી પાટે ચડાવવા માટે શરૂઆતમાં દાતાઓ શોધી, બાળકોની આશરે રૂ. 30,000/- જેટલી ફી તાત્કાલિક ભરી દેવામાં આવી અને પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા પણ આર્થિક મદદ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત તેના ઉપર દેવું ભરપાઈ કરવા આશરે સાત આઠ લાખ રૂપિયાની જરૂરત હોય, અમદાવાદ શહેરના હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક સદગૃહસ્થ વકીલની મદદથી સહાય કરી, આશરે પાંચ લાખ જેટલું કરજ આપી દેવામાં આવેલ હતું. IIFL બેંક ખાતે આશરે પાંચ લાખ જેટલી લોન બાકી હોય, ઈસનપુર પોલીસ દ્વારા બેંકના અધિકારીઓને તથા રિક્ષાની લોન આપનારને રૂબરૂ બોલાવી, વ્યાજ માફ કરવા જણાવતા, IIFL બેંક દ્વારા આશરે બે લાખ અને રિક્ષાની લોન આપનાર દ્વારા આશરે રૂ. 40,000 જેટલું વ્યાજ ઓછું કરી આપતા, તમામ ને રૂપિયા ભરપાઈ કરી આપતા, 80 % જેટલા બોજામાંથી મુક્ત કરવામાં આવેલ હતો.

જોટાલિયા પરિવારે ઇસનપુર પોલીસ અને તમામ મદદ કર્તાઓનો આભાર વ્યક્ત કર્યો:

મહેન્દ્રભાઈના પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરતા, ઈસનપુર ખાતે ભાવવાહી દૃશ્યો સર્જાયેલ હતા. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, એક પરીવારને આત્મહત્યા કરવા બચાવતા અને નવું જીવન આપવાની સાથે જીવનની ગાડી પાટે ચડાવી દેતા, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. પોલીસનો અનોખો અનુભવ થતાં, પોલીસ આવી પણ હોય છે..!! એવો ભાવ વ્યક્ત કરી, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ આવુ કોઇ પગલુ નહિ ભરવા સલાહની સાથે હવે પછેડી એટલી સોડ તાણવા સલાહ આપી હતી. પોલીસ દ્વારા IIFL બેંક તેમજ રિક્ષાના ફાઇનાન્સરનો પણ આભાર માનવામાં આવ્યો હતો…._

અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02, શ્રી જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ આખા પરીવારને શોધી કાઢી, પરીવારને સામુહિક આત્મહતા કરતા બચાવી, તેના ઉપર વધી ગયેલ દેણું, આગેવાનો અને શ્રેષ્ઠીઓની મદદથી ભરપાઈ કરી, જીવનની ગાડી પાટે ચડાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું હતું…

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %