Nari Prahar

News Website

જાણીતા લેખક ગઝલકાર અનવર બહાદરપુરવાલા, ઉર્ફે “બેબસ’ બહાદરપુરીનો આજે જન્મ દિવસ

Views: 62
0 0

Read Time:1 Minute, 45 Second

ગઝલલેખન માટે ગુજરાતભર માં જાણીતા મૂળ બહાદરપુર ગામ ના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતીપ્રતિમા એવોર્ડ થી સન્માનિત
‘બેબસ’ બહાદરપુરી, (અનવર વોરા) નો આજે ૩૦ જુલાઈ ના રોજ જન્મ દિવસ છે, તેઓ લેખનનો ઊંડો શોખ ધરાવે છે. ગીત, ગઝલ અને સ્ક્રિપ્ટ રાઈટર તેમજ ગાયક તરીકે જાણીતા છે અને ‘બેબસ’ બહાદરપુરી તરીકે સાહિત્ય જગતમાં આગવી ઓળખ ધરાવે છે. “અશ્રુ નો આસ્વાદ” એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ૨૦૨૦માં બહાર પડ્યો અને બીજો સંગ્રહ “અશ્રુ ની ઓળખ” ૨૦૨૩ માં બહાર પડયો. એમનો ત્રીજો ગઝલ સંગ્રહ “આથમતા સૂરજ ને અજવાળે” ટુંક સમય માં પ્રકાશિત થશે,
તેઓ ગઝલ લેખન સાથે સાથે વિવિધ વિષયો પર સ્ક્રીપ્ટલેખન, અભિનય, રંગમચ માટે નાટ્યલેખન, દિગ્દર્શન અને ગાયકી નો શોખ ધરાવે છે, ગુજરાત ના વિવિધ ન્યૂઝ પેપરો માં જેમની ગઝલો નિયમિત રૂપે પ્રકાશિત થાય છે અને ભ.સ.ગુજરાતી સાથે ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરી અત્યારે ગુજરાત.એસ.ટી.નિગમ, વડોદરા માં ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા અનવર બહાદરપુરવાલા, ઉર્ફે ‘બેબસ’બહાદરપુરી ને તેમના જન્મ દિવસ પ્રસંગે શુભચિંતકો,ચાહકો અને સાહિત્યપ્રેમીઓ તરફ થી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવી રહ્યા છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %