નવસારી પત્રકાર એકતા પરિષદની મિટિંગમાં નવી ટીમની જાહેરાત…
પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દક્ષિણ ગુજરાત ના પ્રવાસે..
પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ વિદેશથી પરત આવ્યા બાદ પંચમહાલ જિલ્લાનું સફળ જિલ્લા અધિવેશન પૂર્ણ કરી,ઉત્તર ગુજરાત ના પ્રવાસે ત્રણ દિવસ બાદ હાલ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે છે,ત્યારે નવસારી સર્કિટ હાઉસ માં જિલ્લાના પત્રકારો ની હાજરીમાં સર્વાનુમતે નવા પ્રમુખ, અજીતસિંહ ઠાકોર,
ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ અગ્રવાલ, મહામંત્રી મુન્ના ભાઈ મિશ્રા, અને ઐયુબભાઈ વાડીવાલા, મંત્રી રાજા ભાઈ મિશ્રા, સહમંત્રી સુનિલ મિત્તલ, હેમંતભાઈ વ્યાસની નિયુક્તિ બધાજ પત્રકારો ની હાજરીમાં કરવામાં આવી હતી.
તમામ નવનિયુક્ત હોદ્દેદારો નું અભિવાદન કરી સૌએ શુભેચ્છાઓ પાઠવી નજીકના દિવસો માં સફળ અધિવેશન ની ખાતરી આપી હતી..
આ મિટિંગનું આયોજન પ્રદેશ મંત્રી શ્રીઆરીફભાઈ શેખ , પ્રભારી દિપકભાઇ પરમાર દ્વારા કરવાના આવ્યું હતું જેમાં ઝોનના હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ હતી..
નવસારી જિલ્લામાં ઘણા સમયથી પ્રમુખના રાજીનામાં બાદ ખાલી જગ્યા હતી, જેનો આજે નવી સર્વાનુમતે નિયુક્તિ થી સૌ પત્રકારોમાં એક નવો જુસ્સો સંગઠનની વિસ્તૃત કરવા માર્ગ મોકળો થયો હતો..
પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ કાત્રોડીયા તેમજ આઈ.ટી.સેલના નીતિનભાઈ ઘેલાણી દ્વારા અધિવેશન, સંગઠન, સમસ્યાઓ ની વિસ્તૃત ચર્ચા કરી હતી..





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.