કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ને મળી લેખિત રજૂઆત ટીમ ભાવનગર દ્વારા કરવામાં આવી..
કોરોના સમયે બંધ કરાયેલ રેલવે કન્શેશન તેમજ ટોલ માફી ની માંગણી કરાઈ..
પત્રકાર એકતા પરિષદ એક માત્ર પત્રકારો નું સૌથી મોટું સંગઠન કે જેની 34 જિલ્લા કારોબારી,252 તાલુકા કારોબારી,12 ઝોન,પ્રદેશ સમિતિ,પ્રદેશ મહિલા વિગ અને લીગલ વિગ સાથેનું 10000 પત્રકારો નું રજીસ્ટર્ડ સંગઠન છે. જે સંગઠનાત્મક કાર્યક્રમો સતત કરી ને સંગઠન ને જીવંત રાખી મજબૂત બનાવે છે,દરેક નાના મોટા ના ભેદભાવ વિનાના પત્રકારો ને સન્માનિત કરે છે.
પત્રકારો ની 14 સમસ્યાઓ અગાઉ રૂપાણી મુખ્ય મંત્રી હતા ત્યારથી રજૂ કરવામાં આવેલ છે,પરંતુ ભુપેન્દ્રભાઈ ના શાસનમાં બે પ્રશ્નો ના ઉકેલો આવતા ફરી 12 પ્રશ્નો રજૂ કરી ટેબલ ટોક કરવા રજૂઆત કરેલ છે. પરંતુ બે પ્રશ્નો કેન્દ્ર સરકાર ના છે,જેના માટે ભાવનગર અધિવેશન સમયે કેન્દ્રીય મંત્રી નીમુબેન સાથે ચર્ચા થઈ હતી,એક તો કોરોના ના બહાને રેલવે કન્શેશન બંધ કર્યા ને વર્ષો થયા હજુ ચાલુ કરવામાં આવ્યું નથી,બજેટમાં સમાવેશ કરીને પણ કોઈ ઉકેલ આવ્યો નથી,બીજું નેશનલ હાઈવે નો મહા મોંઘો ટોલ પત્રકારો ક્યાંથી ભરી શકે,માત્ર સરકાર માન્ય પત્રકારો ને ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગ ટીમ ભાવનગર ના નીરજ ડાભી,મહિપતસિંહ જાડેજા વિગેરે દ્વારા આ પત્રથી કેન્દ્રીય મંત્રી સમક્ષ લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે.
મંત્રી શ્રી દ્વારા આ બંને પ્રધાનો લગત વિભાગના મંત્રીઓ ને મળી વહેલી તકે ઉકેલ આવે તે દિશામાં કામ કરવા ખાતરી આપી છે,પરંતુ ગુજરાતના તમામ સાંસદો ની ફરજ છે,આ સમસ્યાઓ માટે ક્યારેક બોલવાનું સાહસ કરે..!!





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.