Nari Prahar

News Website

કરજણ: સાંસરોદ ગામના બંઘ મકાનને તોડી ચોરીનો અંજામ આપનાર આરોપી પોલીસના શકજામાં…..

Views: 11
0 0

Read Time:6 Minute, 15 Second

દિવસ દરમ્યાન બંધ ઘરોને ટાર્ગેટ કરી ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ગુનેગારને ઝડપી પાડી વડોદરા ગ્રામ્ય જીલ્લા ૦૬ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી વડોદરા ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી. તથા કરજણ પોલીસ..
સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકીંગ તેમજ શકમંદ ઇસમોની બાતમી હકિકત મેળવી મિલકત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના/માર્ગદર્શન આપવામાં આવેલ.કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ ધ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને જરૂરી સુચના/માર્ગદર્શન આપી મિલકત સંબંધી ગુનાઓ શોધવા તેમજ બનતા અટકાવવા અર્થે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા તેમજ જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકીંગ તેમજ અંગત બાતમીદારોનો સંપર્ક કરી ગુનાઓ શોધવા સતત પ્રયત્નો કરવા જણાવેલ, જે અન્વયે કરજણ પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૭૦૨૫૨૫૦૧૭૫/૨૦૨૫ BNS કલમ ૩૩૧(૩), ૩૦૫ મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો દિવસ દરમ્યાન બનવા પામેલ જે ગુનાના આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી. તથા કરજણ પોલીસ સ્ટેશન ધ્વારા તપાસ હાથ ધરેલ જે તપાસ દરમ્યાન વડોદરા ગ્રામ્ય જીલ્લામાં અન્ય પણ દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો બનેલ હોય જે તમામ ગુનાઓ એક જ એમ.ઓ. થી બનેલ હોય જેથી આ ચોરીના ગુનાઓને અંજામ એક જ ઇસમે આપેલ હોવાની સંભાવના જણાઇ આવેલ….

ઉપરોકત પકડાયેલ ઇસમની શંકાસ્પદ ગતીવિધી હોય તેમજ ગુનાહીત પ્રવૃતી કરવાની ટેવવાળો હોવાથી આરોપીના કબ્જાની એકસેસ સ્કુટરની ડેકીમાં તપાસ કરતા રોકડ રકમ મળી આવેલ જેથી આરોપીને વિશ્વાસમાં લઈ ઘનિષ્ટ પુછપરછ હાથ ધરી, સાંસરોદ ગામે બનેલ ઘરફોડ ચોરી વિશે પુછતા આરોપી તા.૧૯/૦૨/૨પ ના રોજ કરજણ કોર્ટમાં મુદતે ગયેલ જે મુદતની કાર્યવાહી પુર્ણ કરી બપોરના સમયે પોતાનું એકસેસ સ્કુટર લઇને સાંસરોદ ગામે ગયેલો અને ત્યાં એક બંધ મકાન હતું તે મકાનનું તાળુ ડીસમીસથી તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાનાના દાગીનાની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ હતી.ઉપરોકત પકડાયેલ ઇસમ દિવસ દરમ્યાન ઘરફોડ ચોરી ગુનો કરવાની ટેવવાળો હોય અને ગુનાહીત ઇતીહાસ ધરાવતો હોય જેથી આરોપીની પુછપરછ દરમ્યાન વડોદરા ગ્રામ્ય જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તરમાં નીચે મુજબના ગુનાઓને અંજામ આપેલ હોય જે ગુનાઓ શોધાયેલ છે…

પકડાયેલ આરોપી

નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્રકુમાર બારોટ રહે, અલમદીના રેસીડન્સી એકતા નગર ડાલી તલાવડી તાંદલજા વડોદરા શહેર

શોધાયેલ દિવસની ઘરફોડ ચોરીના ગુનાઓની વિગત

१) ડભોઈ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૧૪૫૦૨૦૦/૨૦૨૫ BNS કલમ ૩૩૧(૩), ૩૦૫(એ) મુજબના ગુનાના કામે, ડભોઈ તાલુકાના કુવરપુરા ગામે એક બંધ મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપીયાની ચોરી કરેલ….
૨) મંજુસર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૧૧૨૪૦૩૧૧/૨૦૨૪ IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબના ગુનાના કામે, મંજુસર રોડ ઉપર આવેલ આસોજ ગામે બંધ મકાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ…
૩) વડોદરા તાલુકા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૦૫૨૩૦૯૦૪/૨૦૨૩ IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબના ગુનાના કામે, ભાયલી ગામે આવેલ અર્બન સોસાયટીમાં એક બંધ મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ…
४) પાદરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૩૪૨૩૦૭૬૬/૨૦૨૩ IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબના ગુનાના કામે, પાદરા તાલુકાના સેજાકુવા ગામે એક બંધ મકાનના દવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી તીજોરી માંથી સોના દાગીનાની ચોરી કરેલ…
૫) વડુ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૭૦૦૩૨૩૦૪૫૮/૨૦૨૩ IPC કલમ ૪૫૪, ૩૮૦ મુજબના ગુનાના કામે, પાદરા જબુંસર રોડ ઉપર આવેલ મુવાલ ગામે એક બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તીજોરી માંથી સોના દાગીનાની ચોરી કરેલ…

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ

ચોરી કરેલ રોકડા રૂપીયા – ૧,૮૫,૦૦૦/-

મોબાઈલ ફોન નંગ-૦૧ કી.રૂ.૧૫,૦૦૦/-

會 ચોરીના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ સુઝુકી એકસેસ મો.સા. કી.રૂ. ૭૦,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૭૦,૦૦૦/-

રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા…. વડોદરા…

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %