ભરૂચમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત તેણીએ અત્યાર જિલ્લા,રાજ્ય અને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા છે.નાનાપણથી જ ટેકવેન્ડોની ટેક્નિક શીખી રહી છે પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી હતી.દીકરી પરિવાર માટે બોજ છે એવી ગેરમાન્યતા હતી.પરંતુ,હવે આધુનિક અને વિકસિત ભારતની દીકરી સાપનો ભારો નહીં,પણ તુલસી ક્યારો બની દુનિયામાં મહેંકી રહી છે.ભરૂચ શહેરના ન્યુ આનંદનગર ખાતે રહેતા મુસ્તાક મૌલવીની 15 વર્ષીય અલીશા મૌલવીએ ટેકવેન્ડો સ્પર્ધામાં હાલમાં જ 18 મી મે 2024 માં યોજાયેલી રાજ્ય લેવલની ટેકવેન્ડો સ્પર્ધા માં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.ભરૂચના મધ્યમવર્ગીય પરિવારમાં રહેતી અલીશા મૌલવી 4 વર્ષથી જ શાળામાં ટેકવેન્ડો ટેક્નિક શીખવા જોડાઈ હતી.તેણીએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે.અત્યાર સુધી તેણીએ સ્કુલ ગેમ્સ,રાજ્યકક્ષા,નેશનલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને 80 થી વધુ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા છે.અલીશાએ દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત તેણે દુબઈમાં યોજાયેલી G2 સ્પર્ધામાં પણ ભાગ લઈને બોન્ઝ મેડલ મેળવ્યો હતો.જેના માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તેનું સન્માન પણ કર્યું હતું.તેણે હજીય વધુ મહેનત કરી દુનિયામાં ભરૂચનું નામ રોશન કરવાની તૈયારી કરી રહી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.