ઘટનના પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વાળા ફરજ બજાવતા હતો. આજે બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવન લીલા સંકેલી લેતા દોડધામ મચી ગઇ હતી.પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છેઘટનાની જાણ થતાં જ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિત એફએસએલ સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવી ડેથબોડીને પોસ્ટમોર્ટમ સિવીલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.