છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય સેનામાં સીમા સુરક્ષા દળમાં ફરજ બજવતા સજોદના જયંતીભાઈ આહીર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત સાથે શહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના વતની જયંતીભાઈ ડાહ્યાભાઈ આહીર વર્ષ 1999 માં ભારતીય સેનામાં BSF (સીમા સુરક્ષા દળ)માં જોડાયા હતા ૨૫ વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે દેશની તમામ સરહદો જેવી કે પાકિસ્તાન,બાંગ્લાદેશ અને મયાનમાર સરહદ પર ફરજ બડવી ચુક્યા છે.વર્ષો સુધી દેશની સુરક્ષા કાજે પરિવાર થી હજારો કિલોમીટર દૂર તૈનાત રહેનાર જયંતિ ભાઈ આહીર વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા આજે તેઓ તેમના મુળ વતન અંકલેશ્વર પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેમના સમાજના મોભી અને અંકલેશ્વરના નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નિલેશભાઈ પટેલ દ્વારા તેમનો ભવ્ય સ્વાગત ફુલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું. તેમના સમાજના યુવાઓ દ્વારા જેન્તીભાઈ નો બહુમાન કરવા માટે શહેરભર માં ઓપન જીપમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. નિવૃત્ત બીએસએફ જવાન જયંતીભાઈ એ યુવા પેઢીને દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડાવા માટે અપીલ કરી હતી અને હવે તેઓ નિવૃત્તિ નું જીવંત તેમના વતન સજોદમાં વિતાવશે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.