Nari Prahar

News Website

ચરોતર (14 અટક) શુન્ની વહોરા સમાજ, ટ્રસ્ટ. ની કારોબારી ની મીટીંગ આણંદ મુકામે યોજવામાં આવી.

Views: 47
0 0

Read Time:2 Minute, 56 Second


આજરોજ આણંદ સ્થિત મોટા મદરેશા હાઈસ્કૂલ માં ચરોતર 14 (અટક) સુન્ની વહોરા સમાજ ટ્રસ્ટ ની કારોબારી ની મીટીંગ ટ્રસ્ટ ના પ્રમુખ જ. ઇસ્માઇલભાઈગામડી વાલા ના અધ્યક્ષ સ્થાને તેમજ જ.એમ.જી.ગુજરાતી, ઈંદ્રિસભાઈ દવાવાળા, લાલાભાઈ જીરાવાળા,અશરફ ભાઈ અમદાવાદવાલા, ઐયુબભાઈ અંગાડીવાળા ની ઉપસ્થિતિ માં યોજવામાં આવી હતી આ મીટીંગ માં2023 ના સમાજ ના અતિ વિશેષ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નિશાબેન સલીમભાઈ વહોરા સોજીત્રા,જેમને તાજેતર માં Dysp નું પોસ્ટિંગ મેળવેલ છે
તેમજ ફરહીન યુનુશભાઈવોરા (ફરહીન બહાદરપુરવાલા) જેમને phd સ્પેશ્યલ થિશીશ કેમેસ્ટ્રી પેપર માં પ્રથમ આવતા ગૃહ મંત્રી અમિતભાઈશાહ ના હસ્તે એવોર્ડ મેળવેલ હતો,
આ ઉપરાંત મહંમદ માહિર સાજીદભાઈવ્હોરા, અર્શનાઝબેન અયાઝભાઈવહોરા, તેમજ રુહિલાબેન અયાઝભાઈવહોરા ને પણ CA માં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી તેમજ ટ્રસ્ટ નું મુવમેન્ટો આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું,
આ મીટીંગ માં રશીદભાઈ કાજલ રોડવેઝ, આશીમ ખેડાવાળા,સોહેલ ભાઈ ડુંગર કણજરી, આબાદભાઈ કણજરી, અફઝલભાઈ મેન્સન, ઇર્ષાદ ભાઈ માસ્ટર ચાંગા, ટીકૂભાઈ કાજલ, મોહશીનભાઈ સેવાલીયા, સમીરભાઈ લીંબુવાળા નરસંડા,યાશીનભાઈ બોરીયાવીવાળા,હાફેજ અસલમ,આશિફભાઈવકીલ તારાપુર અને અનવરબહાદરપુરવાળા તેમજ સમગ્ર ગુજરાત અને ચરોતર ના ગામો માંથી ખૂબ મોટી સંખ્યા માં કારોબારી સભ્યો અને સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ ના ઉત્થાન માટે આગામી સમય માં કેવા કાર્યક્રમ કરવા શૈક્ષણિક બાબતો, સમાજના કુરીવાજો, વગેરે બાબતો નું ચિંતન કરી મજબૂત પગલાં અને નાણાંકીય ભંડોળ ઉભું કરવા માટે ની રૂપરેખા નક્કી કરવા મા આવી હતી અને ટૂંક સમય માં સમગ્ર ચરોતર સુન્ની14 અટક વહોરા સમાજ નું સંમેલન બોલાવવા નું ટ્રસ્ટ દ્વારા નક્કી કરવા માં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન આસીમ ખેડાવાળા અને મોહસીન સેવાલીયાવાળા એ કર્યું હતું,

(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %