Nari Prahar

News Website

દિગ્ગજ ભારતીય ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યૂ એબ્ડેન સાથે મળીને પુરુષ ડબલ્સનો પુરસ્કાર જીતી લીધો

Views: 46
0 0

Read Time:1 Minute, 19 Second

ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં ભારતીય ટેનિસ ફેન્સ માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. દિગ્ગજ ભારતીય ખેલાડી રોહન બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યૂ એબ્ડેન સાથે મળીને પુરુષ ડબલ્સનો પુરસ્કાર જીતી લીધો છે. 27 જાન્યુઆરીએ મેલબર્ન પાર્કમાં રમાયેલી ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત રોહન-એબ્ડેનની જોડીએ ઇટાલીના સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીને 7-6 (0), 7-5થી હરાવ્યા હતા. 43 વર્ષીય રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ (ઓપન એરા) જીતનાર સૌથી મોટી ઉંમરનો પુરૂષ ખેલાડી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડના જીન-જુલિયન રોજર પાસે હતો, જેમણે 40 વર્ષ અને નવ મહિનાની ઉંમરમાં માર્સેલો અરેવોલાની ભાગીદારી કરી વર્ષ 2022 ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યો હતો.  ફાઈનલ મેચમાં ઈટાલીના ખેલાડીઓએ બોપન્ના-એબ્ડેનને જબરજસ્ત ટક્કર આપી હતી.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %