Nari Prahar

સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનના હદમાંથી રૂ. ૧૩,૦૩,૩૧૫નો જથ્થો પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ..!!

Written by

in

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે.

ચોટીલા નજીક અમદાવાદ–રાજકોટ નેશનલ હાઈવે નં. 47 પર આવેલા સહયોગ હોટલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે.

પોલીસે દરોડા દરમિયાન 94 જેટલી દારૂની પેટીમાંથી કુલ 1372 બોટલ કબજે કરી હતી. ઝડપાયેલા દારૂની કિંમત રૂ.13,03,315 હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત એક વાહન સહિત કુલ રૂ.20,03,315નો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે કબજે કર્યો છે.

આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે દારૂના જથ્થા સાથે સંકળાયેલા ચાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં દારૂ લઈ આવનાર વાહનનો ડ્રાઈવર તથા માલિક/કબજેદાર અને વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનારનો સમાવેશ થાય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *