સીઝ કરેલી ટ્રક ચોરીનો મામલો:GST અધિકારીએ બિલ વગરની ટ્રક પકડી સિઝ કરી, ટ્રકચાલક ટ્રક લઈને પલાયન થયો, અંકલેશ્વર GIDC પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડ્યો
અંકલેશ્વરમાં જીએસટી અધિકારીએ બિલ વગર એમ.એસ.રોલીગ સ્ક્રેપ ભરેલી ટ્રકને સીઝ કરી ગયા હતા. જે બાદ ટ્રકનો ચાલક તેને ચોરી કરી લઈ ભાગી ગયો હતો. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસે 15 દિવસની મહેનત બાદ ટ્રક ચોરી કરી ભાગી જનાર ઇસમને ઝડપી પાડ્યો હતો.
જી.એસ.ટી. વિભાગની સાગબારા મોબાઈલ સ્કોર્ડમાં ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલ દ્વારા ગત 23મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના વાલિયા રોડ આનંદ રેસ્ટોરન્ટ પાસે શંકાના આધારે એમ.એચ.18 બી.જી 4836 નંબરની ટ્રક રોકી તેની ઈ વે બિલ એપ્લિકેશમાં ચેક કરતા ઈ વે બિલ જનરેટ થયેલું જોવા નહિ મળ્યું હતું. જ્યારે ટ્રકમાં એમ.એસ. રોલીગ સ્ક્રેપ (ભંગાર) 30,050 કિલો ગ્રામને ગુજરાત માલ અને સેવા અધિનિયમ 2017ની કલમ 68(3) મુજબ અટક કરી મૂળ મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઈવર દશરથ હગરીયા બડોલે ટ્રકને વર્ષા હોટલ કમ્પાઉન્ડમાં પાર્ક કરાવી સીઝ કરી હતી.
જ્યારે બીજા દિવસે સવારે જીએસટી અધિકારી રાજદીપસિંહ ગોહિલ તેમજ ટીમ સ્થળ પર પહોંચતા ટ્રક ત્યાં નહિં હોય તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, ટ્રકચાલક તેને લઈને ભાગી ગયો હતો. જેથી ટીમે અંકલેશ્વર GIDC પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મમાલે પોલીસે સતત 15 દીવસની મહેનત બાદ ટેક્નિકલ સર્વેલ્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી એમપીના ટ્રક ચાલક દશરથ હગરીયા બડોલેને ઝડપી પાડયો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.