ભરુચ તાલુકાનાં દેરોલ ગામથી જંબુસર બાયપાસ ચોકડી સુધીનો અત્યંત બિસ્માર માર્ગની મરામતને લઈ ભરુચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલ આગેવાનોને અધિકારીઓ વહેલી તકે નવીનીકરણ કરવાની ખાતરી આપી હતી.છેલ્લા 6 મહિનાથી ભરુચ શહેરની જંબુસર બાયપાસ ચોકડીથી ત્રણ તાલુકા આમોદ,વાગરા અને જંબુસરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જેના પગલે રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે.જે ખાડાઓને કારણે ઊડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે.સાથે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે તેવામાં આજરોજ ભરુચ,થામ,દેરોલ સહિતના ગામના આગેવાન અબ્દુલ કામઠી તેમજ ગામના આગેવાનોએ આજરોજ ભરુચ ખાતે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને આવેદન પત્ર પાઠવી વહેલી તકે માર્ગની મરામત નહીં કરવામાં આવે તો ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી.જો કે અધિકારીઓએ ત્રણથી ચાર દિવસમાં કામગીરી શરૂ કરવા સાથે કામના વર્ક ઓર્ડર આપી વહેલી તકે નવીનિકરણની બાહેંધરી આપવામાં આવી હતી.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી