કે.ડી.પોલિટેકનિક, પાટણ ખાતે શનિવાર ના રોજ એલ્યુમની એસોસિયેશન 2023 નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંસ્થામાંથી પાસ આઉટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 1977 થી વર્ષ 2021 સુધીના કે. ડી. પોલીટેકનિક માથી અભ્યાસ કરી પાસ થયેલા વિદ્યાર્થીઓ અને હાલમાં વિવિધ જગ્યાએ કાયૅરત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ સંસ્થામાં પોતાનો અનુભવ રજૂ કરી યથાશક્તિ ફાળો આપી ગુરુજનો સાથે ના તેમના જુના સંસ્મરણો યાદ કર્યા હતા, અને વિદ્યાર્થીઓએ ફરીથી આવા કાર્યક્રમ યોજાય તેવી આશા વ્યક્ત કરી એક બીજાને શુભેચ્છાઓ પાઠવી છુટા પડ્યા હતાં.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.