Nari Prahar

News Website

લાઠી તાલુકાના મતીરાળા ગામે કુવામાં કોઈ અજાણ્યા શખ્સની લાશ હોવાની જાણ કરાતા અમરેલી ફાયર બ્રિગેડની ટીમે અહીં દોડી જઈ યુવકની કોહવાયેલી લાશ કુવામાંથી બહાર કાઢી હતી. આ યુવકનું 15 દિવસ પહેલા કુવામાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે કુવામાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. લાઠી તાલુકાના મતીરાળા ગામે એક વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ વ્યક્તિની લાશ પડી હોવાની અમરેલી પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઈ હતી. જેને પગલે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આ અંગે અમરેલી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ સ્ટાફના કૃષ્ણભાઈ ઓળકિયા, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા, ઋત્વિકભાઈ ભીમાણી અને ચિરાગભાઈ સોની વિગેરે અહીં દોડી ગયા હતા.

Views: 56
0 0

Read Time:50 Second

આ વ્યક્તિ પંદરેક દિવસ પહેલા કુવામાં ડૂબી ગઈ હતી. જેની બોડી હાલ ઉપરની સપાટીએ આવેલ, બોડી થોડા દિવસ અગાઉની હોવાના કારણે તેની સ્મેલના કારણે આજુબાજુ ઉભુ રહી શકાય તેમ ન હતુ. પરંતુ ફાયર ટીમ અમરેલીએ પોતાની ચિંતા કર્યા વિના આ કાર્યને પાર પાડ્યું હતું અને ડેડબોડીને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે લાઠી પોલીસને સોપી હતી. દરમિયાન પ્રાથમિક તપાસ કરતા મૃતકનુ નામ નરેશભાઇ વેસ્તાભાઇ બીલવાલ (ઉ.વ 35) હોવાનું ખુલ્યું હતું અને તેના મોતનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %