“…પોતાનું લોહી રેડી જે તિરંગાને બચાવે છે ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે…”
ભરૂચ તાલુકાના નબીપુર ગામે આજરોજ મેરી માટી મેરા દેશ અંતર્ગત નબીપુર કુમાર શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં કાર્યક્રમનું અભિવાદન કરી દેશ માટે શહીદ થનાર વીરોને યાદ કરીને સૌ એ એક સાથે શહીદ વીરોની યાદમાં બનાવેલ શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હજાર તમામ લોકોએ ભેગા મળી વૃકષારોપણ કરી વસુંધા વંદનમ કર્યું હતુ ત્યાર બાદ સૌ એ હાથમાં માટી/કોડિયામાં માટી લઈ પંચપ્રણ ના શપથ લીધા હતાં ત્યાર બાદ વીરોને વંદન કરી ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી, ગામ પંચાયતના સભ્યો, ગામ સેવક, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કરો, તેમજ શાળાના બાળકો અને આગેવાનો જોડાયા હતાં.





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.