Nari Prahar

News Website

ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્રો અને તીર કામથા સાથે રેલી યોજવામાં આવી, ટીમલી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું

Views: 140
0 0

Read Time:1 Minute, 56 Second

વિશ્વ આદિવાસી દિવસે ભરૂચ શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇદગાહ મેદાનથી પરંપરાગત વસ્ત્રો, તીર કામથા, ઓજારો અને આદિવાસી ટીમલી નૃત્ય અને ડીજેના તાલે પગપાળા રેલી નિકળી હતી.આદિવાસી સમાજના લોકો પારંપરિક વસ્ત્રોમાં, માથે સાફો બાંધીને તેમજ પારંપરિક વાજિંત્રો સાથે અને તીરકામઠા સાથે ઉમટી પડયા હતા. બંબાખાના ઇદગાહ પાસે વૃક્ષારોપણ કરી રેલી પાંચબત્તી થઈ સ્ટેશન રોડ પહોંચી હતી. જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાંને ફુલહાર અર્પણ કરાયા બાદ આચારજીની ખડકી ખાતે સામુહિક ભોજનનું આયોજન કરાયું હતું.આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા હતા. અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસીના સુત્રોચાર સાથે શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું. તો અંકલેશ્વરમાં પણ રેલવે સ્ટેશનથી આદિવાસી સમાજની વિરાટ રેલી નગરમાં નીકળી હતી અંકલેશ્વર રેલવે સ્ટેશનથી વિરાટ રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રેલીમાં આદિવાસી પહેરવેશ, સંસ્કૃતિ, પરંપરા, નૃત્યની ભવ્ય ઝલક જોવા મળી હતી. જય બિરસામુંડા, જય જોહર સહિતના નાદ સાથે ડીજે ના તાલે હાથમાં વિવિધ આદિવાસી ઓજારો સાથે રેલીએ નગરમાં ફરી લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ સ્થિત બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %