ઝઘડિયાના ધોલી ડેમમાં કપડા ધોવા ગયેલી વણખુટા ગામની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઉમલ્લા પોલીસે યુવતીઓના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.ઝઘડિયાના વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા ઉ.વર્ષ 17 અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા ઉ.વર્ષ 12 ધોલીડેમ ખાતે કપડા ધોવા ગઇ હતી. ત્યારબાદ આ બંન્ને છોકરીઓ સમય વિતવા છતાં ઘરે પહોંચી નહોતી, તેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી.દરમિયાન ધોલીડેમના કિનારા પર કોઇ બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઇને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલી વણખુટા ગામની અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું. ઘટના અંગે વણખુટાના રહીશ દેવલભાઇ રામભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.