પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં ગુરુ કૃપા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં આવેલ ભંગારના ગોડાઉન માં લાકડા તેમજ પુઠ્ઠાં સહીત નો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાં રવિવારના રોજ રાત્રીના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, આગ વધુ ફેલાતા ગોડાઉન ના સંચાલકોએ પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવી પાણી નો છંટકાવ કર્યો હતો.જો કે આગ લાકડા અને પુઠ્ઠાંના જથ્થા માં વધુ ફેલાતા અંકલેશ્વર ડીપીએમસી મળી કુલ 7 જેટલા ફાયર બ્રિગેડે 3 કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જો કે સંગ્રહ કરેલ જથ્થો બળીને ખાખ થઇ જતાં મોટું નુકશાન થવા પામ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.