અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગઈકાલે આઇપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભવ્ય વીજય થયો હતો. ગુજરાતની ટીમની જીતમાં તમામ ગુજરાતીઓએ પણ ખુશી અનુભવી રહ્યા છે. આ જ જીત અને ખુશીના માહોલમાં લોકોને ફસાવવા માટે સાયબર માફિયાઓએ પોતાની જાળ બિછાવી છે. ગુજરાતની ટીમની જીતમાં મફત રીચાર્જની સ્કિમની લિંક વાયરલ કરીને અનેક રીતે લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. જો તમારા મોબાઈલ પર પણ રિચાર્જના મેસેજ આવતા હોય તો ચેતી જજો નહિંતર તમારા ડિવાઈસમાં માલવેર અટેક થઈ શકે છે.સોશ્યલ મીડિયામાં હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગુજરાતની ટીમનો આઈપીએલમાં વીજય થતા નીચેની લીંકમાં ક્લીક કરીને મફતમાં રીચાર્જનો લાભ મેળવો તેવો મેસેજ વાયરલ થયો છે. જોકે, લીંક પર ક્લીક કરતા જ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની શકે છે. આ સમગ્ર મામલે વડોદરાના સાયબર એક્સપર્ટ તથા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમની જીત બાદથી વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યભરમાં સોશિયલ મીડિયામાં એક લિંક વાયરલ થઇ રહી છે. તેમાં ગુજરાત ટાઇટન્સ ટીમની જીત બાદ કંપની તરફથી મફતમાં રીચાર્જ કરાવી આપવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું છે. મફતમાં રીચાર્જની સ્કિમ સાંભળીને કેટલાય લોકો લિંક પર એક વખત તો ક્લિક કરે જ છે અને આ રીતે ત્યારબાદ સામાન્ય મોબાઇલ યુઝર સાયબર માફિયાના જાળમાં ફસાઇ જાય છે.મયુર ભુસાવળકરે ઉમેર્યું કે, જેમ તમે લિંક પર જાવ કે તુરંત જ તમારી સ્કિન સામે એક વેબસાઇટ ખુલશે. વેબસાઇટ ખુલતા જ તમારૂ રીચાર્જ પ્રોસેસ કરવા માટે ઓકે પર ક્લિક કરવાનું જણાવવામાં આવે છે. તમે ઓકે પર ક્લિક કરો કે સ્ક્રિન પર કોઇ પ્રોસેસ શરૂ થાય છે. પ્રોસેસ 100 ટકા પતી જાય બાદ તમારો મોબાઇલ નંબર માંગવામાં આવે છે. તમે મોબાઇલ નંબર નાંખી ઓકે બટન ક્લિક કરો કે તરત જ બીજી એક પ્રોસેસ સ્કિન પર શરૂ થઇ જાય છે. હવે સાયબર માફિયાઓનો બીજો ખેલ શરૂ થાય છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.