સુરત ખાતે તાજેતરમાં આર.ટી.આઇ એક્ટિવિસ્ટનું સંમેલન યોજાયું હતું જેમાં બહોળા પ્રમાણમાં સમગ્ર ગુજરાતના આર.ટી.આઇ કાર્યકરો એ ભેગા થયા હતા અને જેમાં સર્વાનુમતે ૧૬ જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જે તમામ જિલ્લામાં કલેકટર સમક્ષ રજુ કરાયા છે.સુરતના આ સંમેલનમાં ભરૂચ ખાતેથી પણ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાગ લેવા માટે ગયા હોય તેઓએ પણ રાજયપાલને સંબોધીને ભરૂચના કલેકટર સમક્ષ એક લેખિત રજૂઆત કરી છે લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર માહિતી અધિકારી અધિનિયમ 2005 અનુસાર કલમ 15 (5) મુજબ રાજ્યમાં માહિતી પંચના કમિશનર અને રાજયના માહિતી કમિશનરો કાયદા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા, વ્યવસ્થાપન, પત્રકારિત્વ, વહીવટ અને સંચલનના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા હોવા જોઇએ. ગુજરાતમાં માહિતી આયોગના કમિશનરની ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમ જ માહિતી અધિકારના કાયદામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે આર.ટી.આઇ ના કાયદામાં દંડની જોગવાઈ હોવા છતાં પણ દંડ કરવામાં આવતો નથી તો અરજદારોને અરજીની પહોંચ પણ આપવામાં આવતી નથી. આ સમગ્ર મુદ્દા પર ગુજરાત રાજ્યના આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૬ જેટલા જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ ૧૬ થી વધુ મુદ્દાઓ અને રાજ્યપાલને સંબોધીને વિસ્તૃત રજૂઆત કલેકટર સમક્ષ પાઠવવામાં આવી છે જે કલેકટર દ્વારા રાજ્યપાલ સમક્ષ મુકવામાં આવશે.
ભરૂચ : આર.ટી.આઇ કાર્યકરોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
Views: 100
Read Time:2 Minute, 3 Second





Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.