નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તરફથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક અને એક બાઈક ઝડપી પાડી છે.ડીવાયએસપી એસ.જે મોદી એ જણાવ્યું હતું કે નર્મદા એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ ઇશ્વરભાઇને બાતમી મળી હતી જેથી ડેડીયાપાડા ના ગાજર ગોટા પાસે કેટલાક લોકો શિકાર કરી પરત ફરી રહ્યા છે, જેના આધારે SOGની ટીમે ગાજરગોટા ગામ પાસે નાકાબંધી કરી ચેકીંગ કરતા જંગલમાંથી શિકાર કરી આવતા પાંચ શખ્શો પોલીસને જોઈ તેમની પાસેના હથિયાર અને એક બાઈક ફેંકો ભાગી ગયા.જોકે SOG નર્મદા ની ટીમે તપાસ કરતા આ બંદૂક અને બાઈક ફેંકીને જનાર ગાજરગોટા ના અરવીંદ જયંતી વસાવા, દિલીપ નારસીંગ વસાવા, ધિરજ ગણપત વસાવા તથા બીજા બે ઇસમોના કબ્જામાથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો લઇ ને જતા હતા. જે પોલીસ ટીમને મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમર્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.