ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા કિસાન મોરચા દ્વારા સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત જિલ્લા કિસાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.મારુતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા પ્રમુખે વડાપ્રધાને માનવી તો પાણી પીઈ લે છે પરંતુ પક્ષીને પણ પાણી પીવા મળે તેના માટે બુથ દીઠ કુંડાનું વિતરણ કરાવ્યું છે.કિસાનોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ બાબતે ચર્ચાઓ કરી માધ્યમ બની સમસ્યાઓ દૂર કરવાની છે.ખેસ અને ટોપી ઉપર લોકોને માન છે.લોકોની સમસ્યા બાબતે ઉપર સુધી ધ્યાન દોરો તો તેનું નિરાકરણ આવી શકે.સંપાદન મુદ્દે પ્રદેશ પ્રમુખે દિલ્હી ગડકરીજી સાથે બેઠક યોજી હતી.યોગેન્દ્રસિંહ મહિડા ભરૂચ જિલ્લા ભાજપા કિસાન મોરચા પ્રમુખે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો ગામડામાં ખેડૂતો સુધી પહોંચી યોજનાકીય માર્ગદર્શન આપવું.આજે કિસાન મોરચો દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે.ખેડૂતોની આવક બમણી કરવા સરકારે ખૂબ પ્રયત્નો કર્યા છે .કેશુભાઈ પટેલે ગામડા માટે ગોકુળિયું ગામ યોજના આપી.કમલેશભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય કિસાન મોરચાએ વિરોધ્ધ પક્ષ ખેડૂતોને ગુમરાહ કરે છે.ટાર્ગેટ ખેડૂતોને કરે છે.આપ બધું મફત આપવાની વાતો કરે છે પરંતુ જો મફત આપશે તો વહીવટ કેમ કરશે.ફતેસિંહ ગોહિલ બીજેપી ભરૂચ જિલ્લા મંત્રીએ કિસાન મોરચો ઘણું સારું કાર્ય કરી રહ્યું છે.મોદીએ ખેડૂતો માટે રાત દિવસ ચિંતન કર્યું .ખેડૂતો અદ્યતન ખેતી કરતા થાય એના માટે વૈજ્ઞાનિકોને ગામડે દોડાવ્યા છે.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.