ભરૂચ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમયમર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં કલેકટર ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન કમિટીની બેઠકની એજન્ડા મુજબની કામગીરીની રૂપરેખા આપી હતી. બેઠકમાં પાણી પુરવઠા, ડીજીવીસીએલ, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી
સત્તાવાર પોર્ટલ પર સ્વયંભૂ માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી.
મુખ્યમંત્રીની જાહેરતથી—જનગણના-2027 માટે રાજ્યવ્યાપી સ્વ-ગણતરી પ્રક્રિયાનો આરંભ.