Nari Prahar

News Website

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં 10 હજાર લિટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું ધારાસભ્ય દુષ્યંત પટેલે લોકાર્પણ કર્યું

Views: 89
0 0

Read Time:1 Minute, 38 Second

ભરૂચમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. જેનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દર્દીઓએ ઓક્સિજન માટે વલખાં મારવા પડ્યા હતા, તે સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકાર તેમજ ખાનગી કંપનીઓ મળીને ઓક્સિજન પ્લાન કાર્યરત કરી રહી છે. ત્યારે ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું.ભરુચની તમામ મોટી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યાં છે તેમ ધારાસભ્યે જણાવ્યુ હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ભરુચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, હોસ્પિટલ ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાળા, સુકેતુ દવે સહિત ખાનગી કંપનીનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %