ભરૂચ શહેર જિલ્લામાં વર્ષોથી માટીમાંથી મૂર્તિઓ અને રમકડાં બનાવતા કારીગરો આગામી વિઘ્નહર્તા ગજાનન ગણેશજી પાવન પર્વ ગણેશ ચતુર્થીને લઈ માટીમાંથી મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયા છે. શહેરમાં રહેતા અનેક કારીગરો માટીમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે.ત્યારે ભરૂચ શહેરમાં રહેતા 18 વર્ષીય બ્રિજ સંદીપભાઈ ભટ્ટ છેલ્લા 13 વર્ષથી માટીની ગણેશની પ્રતિમાઓ બનાવી રહ્યો છે.બ્રિજ જયારે 5 વર્ષનો હતો ત્યાંરથી તે ગણેશની અવનવી પ્રતિમાઓ બનાવી પોતાના ઘરમાં રાખતો હતો.જોકે સમય જતા તે ગણેશજીની પ્રતિમાઓ બનાવવા કુશળ કારીગર બનાવી દીધો છે.હાલમાં તે પ્રતિમા બનાવવા વપરાતી સાઢુ માટીમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવી રહ્યો છે. તેને માટીમાંથી બનતી મૂર્તિ બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગતો હોવાથી એક મહિના પહેલાથી ગણેશની મૂર્તિયો બનાવવાનું શરૂ કરવું પડે છે. લોકડાઉનમાં તેના મિત્રોએ તેને ગણેશની પ્રતિમાઓ બનાવવા ઓર્ડર આપતા તેણે સુંદર ગણેશની પ્રતિમાઓ બનાવી આપતા આ વર્ષે તેના ગણેશજીની પ્રતિમા બનાવવા ઘણા ઓર્ડરો મળ્યા છે.મૂર્તિકાર બ્રિજ ભટ્ટ 3 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમા બનાવી કલર અને શણગાર કરીને રૂપિયા 1 હજારથી 5 હજાર સુધીમાં વેચાણ કરે છે.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.